Home> World
Advertisement
Prev
Next

ફ્રાન્સને મળ્યો UAEનો મજબૂત સાથ, રાષ્ટ્રપતિ Emmanuel Macron વિશે આપ્યું મોટું નિવેદન 

 ફ્રાન્સ (France) માં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવાને લઈને અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જો કે UAEના વિદેશમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સ્ટેન્ડનું સમર્થન કર્યુ છે. યુએઈના વિદેશમંત્રી અનવર ગાર્ગાશે સોમવારે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મુસ્લિમોએ મેક્રોનના પશ્ચિમી સમાજને અનુકૂળ ઢળવાની વાત સ્વીકારવી જોઈએ.

ફ્રાન્સને મળ્યો UAEનો મજબૂત સાથ, રાષ્ટ્રપતિ Emmanuel Macron વિશે આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: ફ્રાન્સ (France) માં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવાને લઈને અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જો કે UAEના વિદેશમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સ્ટેન્ડનું સમર્થન કર્યુ છે. યુએઈના વિદેશમંત્રી અનવર ગાર્ગાશે સોમવારે આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મુસ્લિમોએ મેક્રોનના પશ્ચિમી સમાજને અનુકૂળ ઢળવાની વાત સ્વીકારવી જોઈએ.

fallbacks

જર્મન ડેઈલી ડાઈ વેલ્ટને સોમવારે આપેલા ઈન્ટરવ્યુમાં અનવર ગાર્ગાશે (Anwar Gargash) કહ્યું કે મેક્રોને પોતાના ભાષણમાં જે પણ કહ્યું છે મુસ્લિમોએ તેને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. મેક્રોન પશ્ચિમમાં મુસ્લિમોને અલગ થલગ કરવા માંગતા નથી અને તેઓ પોતાની જગ્યાએ બિલકુલ સાચા છે. 

તેમણે કહ્યું કે મુસ્લિમોએ પશ્ચિમી દેશોમાં વધુ સારી રીતે ઢળવાની જરૂર છે. યુએઈના વિદેશમંત્રીએ કહ્યું કે ફ્રાન્સને અધિકાર છે કે તે અતિવાદી અને સમાજિક અંતરો સામે લડીને તે હાંસલ કરે. ગાર્ગાશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર લાગી રહેલા એ આરોપોને ફગાવ્યા કે તેઓ ફ્રાન્સમાં રહેતા મુસલમાનોને કાઢી મૂકવા માંગે છે. 

અત્રે જણાવવાનું કે યુએઈના મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અરબ અને મુસ્લિમ દેશો દેશોમાં મેક્રોનની ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. મેક્રોને પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપવાનો બચાવ કર્યો અને કહ્યું કે ફ્રાન્સમાં તમામ પ્રકારના મતભેદોનું સન્માન કરવામાં આવશે. મેક્રોને ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલાને ઈસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ફ્રાન્સની સરકાર એવું બિલ પણ લાવવા જઈ રહી છે જે હેઠળ ઈસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને અલગતાવાદી ગતિવિધિઓ પર નકેલ કરવામાં આવશે. અનેક કટ્ટરપંથી સંગઠનો પર પહેલેથી પ્રતિબંધ લાગી ચૂક્યો છે. 

વિયેનામાં આતંકી હુમલો, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપી ચેતવણી

આ અગાઉ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ સેનાના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી. ક્રાઉન પ્રિન્સે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી અને આતંકી હુમલાના પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ક્રાઉન પ્રિન્સે કહ્યું કે આ પ્રકારની ગતિવિધિઓ શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમના પાઠ ભણાવનારા તમામ ધર્મોના સિદ્ધાંતો અને મૂલ્યો વિરુદ્ધ છે. 

ક્રાઉન પ્રિન્સે હેટ સ્પીચને સીધી રીતે ફગાવતા કહ્યું કે તેનાથી લોકોના પરસ્પર સંબંધોને નુકસાન પહોંચે છે અને અતિવાદી વિચારધારાને પ્રોત્સાહન મળે છે. યુએઈના ક્રાઉન પ્રિન્સે કહ્યું કે અપરાધ, હિંસા, અને આતંકવાદનો કોઈ પણ પ્રકારે બચાવ કર્યો એ ખોટું છે. 

US રાષ્ટ્રપતિ ચૂંટણી: છેલ્લી ઘડીએ લેડી ગાગાની 'એન્ટ્રી'થી ભારે ખળભળાટ, જાણો શું છે મામલો

શેખ મોહમ્મદે કહ્યું કે પયગંબર મોહમ્મદ માટે મુસલમાનોના મનમાં અપાર શ્રદ્ધા છે. પરંતુ આ મુદ્દાને હિંસા સાથે જોડવી અને તેનું રાજનીતિકરણ કરવું એ બિલકુલ અસ્વીકાર્ય છે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા હુમલા અગાઉ એક શાળામાં પયગંબર મોહમ્મદનું કાર્ટૂન દેખાડનારા ટીચરની માથું વાઢી નાખવામાં આવ્યું હતું. 

પાકિસ્તાન, ઈરાન, તુર્કી, બાંગ્લાદેશ અને મોરક્કો સહિત અનેક દેશોએ મેક્રોનના નિવેદનની ટીકા કરી. તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એદોર્ગોને તો મેક્રોન પર ઈસ્લામ પર કરાયેલી ટિપ્પણીને લઈને તેમને મેન્ટલ ચેકઅપ સુદ્ધાની સલાહ આપી દીધી. જ્યારે પાકિસ્તાને મેક્રોન પર ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. યુએઈના મિત્ર સાઉદી અરબે પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપવાની ટીકા તો કરી પરંતુ સાથે સાથે એ પણ કહ્યું કે મુસ્લિમોએ તેના પર જરૂરિયાત કરતા વધુ પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. 

ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યૂઝીલેન્ડમાં ડંકો વગાડ્યો

જો કે મુસ્લિમ દેશોમાં ફ્રાન્સ વિરુદ્ધ થઈ રહેલા આકરા પ્રદર્શનો વચ્ચે અલઝઝીરા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મેક્રોને કહ્યું હતું કે તેઓ કાર્ટૂનને લઈને મુસ્લિમોની ભાવના સમજે છે અને તેમનું સન્માન પણ કરે છે પરંતુ લોકોએ તેમની ભૂમિકા પણ સમજવી જોઈએ. મેક્રોને કહ્યું હતું કે મારે મારા દેશમાં શાંતિ જાળવવાની છે અને લોકોના અધિકારોની સુરક્ષા કરવાની છે. હું હંમેશા મારા દેશમાં લખવા,વાંચવા, બોલવા અને વિચારવાની આઝાદીનો બચાવ કરતો રહીશ. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More